"મેનેજમેન્ટ વીક ઉજવણી"
રાજકોટ મેનેજૢમેન્ટ એસોસિએશન આગામી તા.23-2-2009 સોમવારથી તા.01-03-2009 રવિવાર સુધી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા મેનેજમેન્ટ વીકની ઉજવણી કરી રહ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે મેનેજમેન્ટ રન, MBA સ્ટુડન્ટસ દ્વારા પેપર પ્રેઝન્ટેશન, એસોસિએશનની વેબસાઈટ લોન્ચ જેવા વિવિધલક્ષી કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશેૢ તા.23rd Feb. સોમવારના સાંજે 6.00 વાગ્યાથી રાજકોટ એન્જીનિયરિંગ એસોસિએશનના ઓડિટોરિયમમાં ઉદ્દઘાટન તથા વેબસાઈટ આરએમએ.ઓઆરજી.ઇન (rma.org.in) ખુલ્લી મુકવામાં આવશે. સમગ્ર વિકની ઉજવણી તા. 1 માર્ચ રવિવારના સાંજે 6.00 વાગ્યે લાઇફ ઓડિટોરિયમ, "લાઇફ બિલ્ડીંગ" રેસકોર્સ ખાતે વેલેડેકટરી શેસન સાથે સમાપ્ત થશે. સમગ્ર વિકમાં ભાગ લેવા માટે જાહેર જનતાને આમંત્રણ છે. વધુ વિગત માટે રાજકોટ મેનેજમેન્ટ એસોસિએશનની ઓફિસ 13, વિજય પ્લોટૢ, ગોંડલ રોડ, રાજકોટ અથવા ફોન નંબર 2481829 મોબાઈલ નંબર 9825803321 પર સંપર્ક કરવો.
ઓલ ઈન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન (AIMA) કે જે દેશભરમાં કાર્યરત લોકલ મેનેજમેન્ટ એસોસિયેશનની માતૃસંસ્થા છે તે ત્રીજો "મેનેજમેન્ટ ડે" 21st Feb. ના રોજ આખા દેશમાં ઉજવી રહ્યો
છે. રાજકોટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા આગામી 23rd Feb.ના મેનેજમેન્ટ ડે ની ઉજવણી કરી રહ્યું છે. રાજકોટ મેનેજમેન્ટ એસોસિએશન પણ વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે મેનેજમેન્ટ રન, પેપર
પ્રેઝન્ટેશન અને વકતૃત્વ સ્પર્ધા દ્વારા 23rd Feb. થી તા.28th Feb.સુધી મેનેજમેન્ટ વિકની ઉજવણી કરી રહ્યું છે. સાથે સાથે રાજકોટ મેનેજમેન્ટ એસોસિએશનની વેબસાઈટ આરએમએ.ઓઆરજી.ઈન (rma.org.in) પણ લોંચ થઈ રહી છે.
આજના આ યુગમાં મેનેજમેન્ટનું મહત્વ વધતું જાય છે. અને આવા કાર્યક્રમ દ્વારા મેનેજમેન્ટના વ્યવહારિક ઉપયોગ અંગેની જાગૃતિ કેળવવા માટે AIMA ના ભાગરૂપે રાજકોટ મેનેજમેન્ટ
એસોસિએશન આ વિકની ઉજવણી કરી રહ્યું છે. આ ઉજવણીમાં AIMA તરફથી "મેનેજમેન્ટ & લીડરશીપ ચેલેન્જીસ ઇન ટરબ્યુલન્ટ ટાઇમ્સ" થીમ આપવામાં આવેલી છે. જેના પર વિવિધ
સંસ્થાઓના MBAના વિદ્યાર્થીઓ પેપર પ્રેઝન્ટેશન તૈયાર કરશે. સાથે સાથે RMAના મેમ્બર્સ પણ તેમા ભાગ લેશે. જેઓ MBAના સ્ટુડન્ટસ સાથે હરીફાઈ કરશે. વિજેતાઓને સર્ટિફીકેટ અને મેડલ્સ
દ્બારા પ્રોત્સાહિત કરવામાં આવશે.
તા. 23rd Feb.ના રોજ RMAની વેબ સાઈટ આરએમએ.ઓરજી.ઇન (rma.org.in) પણ લોન્ચ કરવામાં આવશે.આ મેનેજૢમેન્ટ ડે અને વીક ઉજવણીમાં છ MBA કોલેજો ભાગ લઈ રહી છે. આ કાર્યક્રમો દ્વારા MBA ના સ્ટુડન્ટસ પણ સારો અનુભવ લઈ શકે છે. તેમના સર્વાંગી વિકાસમાં RMA ઘણો સક્રિય ભાગ લઈ રહી છે. જે એક પ્રશંસનીય બાબત છે.
રાજકોટ મેનેજમેન્ટ એસોસિયેશનની આ ઉજવણી અનેક પ્રવૃત્તિઓ દ્વારા થઈ રહી છે.જેવીકે, મેનેજમેન્ટ રન, પેપર પ્રેઝન્ટેશન અને વકતૃત્વ સ્પર્ધા. આ ઉજવણી તા. 23rd Feb.થી આખું
વીક કરવામાં આવશે. વધુ વિગત માટે રાજકોટ મેનેજમેન્ટ એસોસીએશનની ઓફિસ 13, વિજય પ્લોટૢ, ગોંડલ રોડ, રાજકોટ અથવા ફોન નંબર 2481829 મોબાઈલ નંબર 9825803321 પર સંપર્ક કરવો.
|